શાર્દુલ એ માતાપિતા દ્વારા બાળકો માટે ચાલતી શિક્ષણ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા ઉત્તમ રીતે ચાલી શકે એ માટે માતાપિતા તથા બાળકોએ વર્ગની અને શાર્દુલની પદ્ધતિ બાબતે આમ્ન્યા જાળવવી જરુરી છે.
અમે જાણીએ છીએ કે શાર્દૂલ બાળકો માટે ઘડતર અને ભણતરનો સમન્યવય અને નિસ્વાર્થ ભાવે ચાલતું યુગાનુકૂળ ગુરુકુળ પરંપરા છે . તેમાં કોઈ પણ સરકારી પ્રમાણપત્ર ( Certificate કે Degree ) મળતી નથી એ જોખમ થી અમે માહિતગાર છીએ.
અમે જાણીએ છીએ કે ‘શાર્દૂલ શિશુ વિહાર’ કે ‘શાર્દૂલ અન્વેષિકા’ એ સરકાર દ્વારા માન્ય કે નોંધાયેલ (Registered) કોઈ ઔપચારિક શાળા (School) કે પ્રિ-સ્કૂલ નથી.
અમે જાણીએ છીએ કે શાર્દૂલ એ પ્રકૃતિના સાંનિધ્યમાં અને વિવિધ ખુલ્લા સ્થળોએ ચાલતું પ્રવૃત્તિ કેન્દ્ર છે. આથી, પ્રવૃત્તિઓ દરમિયાન જો બાળકને કોઈ શારીરિક ઈજા પહોંચે કે અન્ય કોઈ સ્વાસ્થ્યલક્ષી તકલીફ થાય, તો તેની સલામતી ની સંપૂર્ણ જવાબદારી અમારી (વાલીની) પોતાની રહેશે. શાર્દુલ સંસ્થા, શિક્ષકો/મુખ્ય વ્યવસ્થાપક /વ્યવસ્થાપક/સંયોજકો આના માટે કાયદાકીય કે આર્થિક કે અન્ય કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં.
અમે જાણીએ છીએ કે શાર્દુલ માં લેવા/મુકવા આવતા દરેક વાન/વાહનો એ અમારા(વાલીઓના) સંપૂર્ણ સહયોગ અને જવાબદારી થી ચાલે છે , મુસાફરી દરમિયાન બાળકો ની સલામતી ની સંપૂર્ણ જવાબદારી વાલીઓ ની છે અને એ બાબતે શાર્દુલ ના મુખ્ય વ્યવસ્થાપક/ વ્યવસ્થાપક /સંયોજક ની કોઈ જવાબદારી રહેશે નહિ.
શાર્દૂલ પરમ્પરા( સ્થાનિક અને કેન્દ્રીય) દ્વારા ઘડાયેલ આચાર અને વિચાર સંહિતા અમને સમગ્ર પરિવારને પુરેપુરી માન્ય છે, અને અમે તે હિસાબે અનુશાસનમાં બાળ વિકાસ માટે કટિબદ્ધ છીએ અને એના ભાગરૂપે આવતી ફરજીયાત વાલી હાજરી નો અમને સ્વીકાર છે. એમ ના કરવામાં આવતા પ્રવેશ રદ સુધી ની કાર્યવાહી અને એ અંગે નો અંતિમ નિર્ણય શાર્દુલ ના મુખ્ય વ્યવસ્થાપક /સંયોજક પાસે રહેશે એની અમને જાણ છે.
શાર્દૂલ પરંપરા દ્વારા નિર્ધારિત કરાયેલ આચારસંહિતા અને વિચારધારા અમારા સમગ્ર પરિવારને માન્ય છે, અને અમે આ અનુશાસનમાં રહીને બાળવિકાસ માટે કટિબદ્ધ છીએ. અમે કુટુંબના સર્વે સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી શાર્દૂલનું આ પ્રવેશ પત્ર ભરીએ છીએ.
શાર્દૂલના માળખામાં વાલીઓનો ફાળો અનિવાર્ય હોવાથી, માતા માટે આયોજિત ‘યશોદામિલન’, પિતા માટે ‘નંદમિલન’, બાળકોના નિયમિત વર્ગો, તેમજ વાલીઓ માટે યોજાતા પ્રવાસ અને ‘આનંદશાળા’ જેવા તમામ કાર્યક્રમોમાં અમે અચૂક અને વધુમાં વધુ હાજરી આપીશું.
શાર્દૂલ એ વાલીઓ દ્વારા સંચાલિત, બાળકોના સર્વાંગી વિકાસ (ઘડતર અને ભણતરના સમન્વય) માટેની એક સહિયારી શિક્ષણ વ્યવસ્થા છે. આ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે અમે અને અમારું બાળક શાર્દૂલની કાર્યપદ્ધતિ, નિયમો અને મર્યાદાઓનું ચુસ્તપણે પાલન કરીશું.
બાળક ને પ્રવેશ મળતા સાથે સંસ્થાના વિવિધ કાર્યોમાં અમે અમારી ક્ષમતા મુજબ શિક્ષણ/વ્યવસ્થા/સંગઠન માં નિઃસ્વાર્થ ભાવે શ્રમદાન અને સમયદાન આપીને સંસ્થા ને આગળ વધારવા માટે હંમેશા તત્પર રહીશું. બાળકના વિકાસ કે સંસ્થાની પદ્ધતિ અંગે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હશે, તો અમે સંસ્થાના વ્યવસ્થાપક /સંયોજક સાથે હકારાત્મક સંવાદ સાધીને તેનો ઉકેલ લાવીશું.
વેદો કહે છે કે શબ્દ જ બ્રહ્મ(ઈશ્વર) છે અને શાર્દૂલ તે શબ્દને પરમ પ્રમાણ માને છે. તો તેની જ સાક્ષી તરીકે અભિભાવક તરીકે બાળકના સર્વાંગી વિકાસ માટે અમે શાર્દૂલ સાથે જોડાવા માટે આ અરજી કરીએ છીએ.