જય શ્રી કૃષ્ણ 🙏
દરેક બાળક દિવ્યતા અને વિશિષ્ટતા સાથે જન્મે છે જે પ્રકૃતિ માતા અને માતૃ હૃદયી શિક્ષકો દ્વારા ઉછેરવામાં આવે તો સંપૂર્ણતા સાથે ખીલે છે. શાર્દુલ એવી એક શિક્ષણ પ્રણાલી છે… જે શાલીન કુટુંબ, પારિવારિક શાળાના મંત્ર સાથે આપના બાળકને સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરે છે.
બાળક એ ઈશ્વરની પ્રતિકૃતિ છે અને તે આવનાર વિશ્વ નો પાયાનો ઘટક પણ છે માટે આવતી પેઢીના નિર્માણ માટે અમે આપની સાથે જોડાઈને ઈશ્વરે આપને આપેલી જવાબદારીને પૂર્ણતાથી નિભાવી અને એક ઉત્કૃષ્ટ સમાજ નિર્માણનો પ્રયત્ન કરવા માટે કટિબધ્ધ અને તત્પર છીએ.
માતા પિતા દ્વારા ચાલતી ઋષિઓની ધરોહર એવી આ શિક્ષણ પ્રણાલીમાં આપનું સ્વાગત છે અને ઋષિઓએ ઉભી કરેલી ગુરુ-શિષ્ય પરંપરાને નમસ્કાર કરતી શાર્દૂલ પરંપરા પર વિશ્વાસ મુકવા માટે અમે આપના આભારી છીએ.
‘શાર્દૂલ આમ્ન્યા’ વાંચવા માટે અહી ક્લિક કરશો. દરેક માતાપિતાએ બાળકના વર્ગપ્રવેશ પહેલા શાર્દુલની આમ્ન્યા વાંચી લેવી હિતાવહ છે. શાર્દૂલ પરંપરા દ્વારા નિર્ધારિત કરાયેલ આચારસંહિતા અને વિચારધારા માન્ય રાખીને બાળવિકાસ માટે કટિબદ્ધ તમામ અભિભાવકોનું સ્વાગત છે.
– ઉત્કર્ષ પટેલ
સ્થાપક અને સંયોજક,
શાર્દૂલ ગુરુકુળ પરંપરા, કર્ણાવતી.
( શાર્દૂલ સંપૂર્ણપણે માતૃભાષા અને દેવભાષાનું આગ્રહી છે પરંતુ વ્યવસ્થાની સરળતા માટે નીચેનું ફોર્મ અંગ્રેજીમાં રાખેલ છે માટે અંગ્રેજીમાં જ ભરવા વિનંતી. )