જય શ્રી કૃષ્ણ 🙏
દરેક બાળકની શીખવાની ગતિ અને પ્રવાસ અજોડ હોય છે.
શાર્દુલમાં દાખલ થનાર દરેક બાળક સાથે શાર્દુલની રીતભાત, શાર્દુલના સંસ્કારો અને શાર્દુલનું પવિત્ર વાતાવરણ આત્મિયતાથી જોડાઈ જાય છે. બાળક અને બાળકના માતાપિતા શાર્દુલ પરિવારનો અભિન્ન અંગ બની જાય છે. એવા સમયે શાર્દુલમાંથી છુટા પડવાનો નિર્ણય બેશક સરળ નથી રહેતો. શાર્દુલ ગુરુકુળમાં અનિવાર્ય કારણોસર આપના બાળકનો આગળના વર્ગમાં પ્રવેશ થઈ શકે એમ નથી તે બાબતે અમને ખેદ છે.
આપના બાળકની સફર કોઈ કારણોસર અહીં વિરામ લઈ રહી છે તે જાણીને અમને દુઃખ છે પરંતુ શાર્દુલ પરિવાર હંમેશા બાળકની પડખે રહેશે. બાળકોને વધુ ઉત્તમ કઈ રીતે આપી શકીએ એ બાબતે શાર્દુલ સતત પ્રયત્નશીલ અને પરિવર્તનશીલ છે, તે માટે આપના જેવા અભિભાવકોના અમુલ્ય સુચનો હંમેશા આવકાર્ય છે. આપ જેટલો સમય શાર્દુલમાં જોડાયેલા રહ્યા છો એ અનુભવ પર આપના સુચનો શાર્દુલને વધુ સારી રીતે આગળ વધવા પ્રોત્સાહિત કરશે.
વ્યવસ્થાના ભાગ રૂપે કૃપયા નીચેનું ફોર્મ ભરશો.
ઇતિ શુભમ,
ઉત્કર્ષ પટેલ (સંયોજક, શાર્દૂલ પરંપરા)