શાર્દૂલ અભિભાવક પ્રવાસ – 27 July 2025
જય શ્રી કૃષ્ણ🙏
જેની આપણે સૌ આતુરતા થી રાહ જોઈ રહ્યા છીએ એવી આ વર્ષના પ્રથમ અભિભાવક પ્રવાસનું આયોજન શાર્દૂલ પરિવારના બધા જ બાળકો, દીદી અને અભિભાવકો માટે કરેલ છે.
પ્રવાસનું સ્થળ અને વિગતો :
આપણા ગરવી ગુજરાતની ખુબ જ પ્રાકૃતિક અને સુંદર જગ્યા એટલે પોળોના જંગલો….
તો ચાલો! આપણે પણ કુદરતની અનુભૂતિ મેળવવા, વહેલી સવારે વનમાં ટ્રેકિંગ અને ઝરણાઓમાં સ્નાનનો અનુભવ કરવા, શાર્દૂલ શું છે, તેની પાયાની સમજણ તથા જીવનવિકાસની વાતો, પારિવારિક રમતો દ્રારા મનોરંજન અને વન-ભોજનનો આનંદ લેવા માટે તૈયાર થઈ જઈએ.
પ્રવાસની તારીખ અને વધુ માહિતી :
> તારીખ 27 જુલાઈ (રવિવાર) વહેલી સવારે 4 વાગ્યે આપણે સૌ બસમાં સાથે નીકળીશું અને ત્યાંથી રવિવારે જ મોડી રાત્રે પરત આવીશુ.
> સવારના નાસ્તા અને બે સમયના ભોજનની વ્યવસ્થા કરેલ છે.
પ્રવાસનો ખર્ચ :
> ૩ થી ૮ વર્ષના બાળકો માટે : ₹450
> ૮ વર્ષથી ઉપરના માટે : ₹750
(આ ખર્ચ માં બસ, રોકાણ, બે સમયનું ભોજન અને સવારનો નાસ્તો સમાવેલ છે.)
પ્રવાસનું યોગદાન :
> GPay / PhonePe / PayTm થી 9979862426 નંબર પર થઇ શકશે, યોગદાન કાર્ય બાદ તેનો Screenshot નીચેનુ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવો.
Icon Label
-> અભિભાવક પ્રવાસમાં જોડાવું એ દરેક અભિભાવકનું કર્તવ્ય છે અને આશા છે કે આપણે સૌ પ્રવાસમાં જોડાઇશું જ. પરંતુ, જો કોઈ અનિવાર્ય કારણથી જોડાઈ શકાય એમ ના હોય તો એવા સંજોગોમાં કારણ સાથે વ્યવસ્થાપકને જાણ કરવી.
તો ચાલો સૌ તૈયાર થઈ જાઓ. પ્રકૃતિ અને શાર્દૂલ પરિવાર સાથે પ્રવાસની મજા માણવા. એ માટે ફટાફટ નીચેનુ ફોર્મ ભરી દઈએ. ☘️🌳🌴🏃♂️🏃🏽♀️🚎


